જીવનવીમાની ઘણી યોજનાથી અમે વાકેફ નહીં હતા.તેની જાણકારી આપી અમારા કુટુંબને સુરક્ષિત તો અનુપભાઈએ કર્યું પણ એક સારા વીમા એજન્ટને શોભે તેવી સુંદર વેચાણ પછીની સેવા આપીને તેઓ અમારા કુટુંબના મિત્ર બની ગયા.તેમની આ સેવાનો દાખલો હું ઘણી વાર આપું છું.
ચંદુભાઈ રાવત બ્રિલિયન્ટ ક્લાસીસ (માજી પ્રમુખ,સુરત એકેડમિક એસોસિયેશન)
સનસાઈન સ્કૂલ (મેનેજીંગ ટ્રસ્ટી)
અમે જીવન વીમા અંગે કઈ જાણતા ન હતા.પણ અમારા પરિવાર અને તમામના ભવિષ્ય અંગે કેવું આયોજન કરવું તેની શોધમાં હતા.એવામાં શ્રી અનુપભાઈ કાપડિયાનો સંપર્ક થયો અને પછી તેઓ પારિવારિક બન્યા.હવે અમે અને અમારું વિશાળ પરિવાર એક જાતની આર્થિક સુરક્ષા અનુભવીએ છીએ.જીવીકો જેવી આપણાં દેશની આટલી સારી અને સ્વચ્છ સંસ્થા અને તેની યોજનાનો પરિચય કરાવી,લાભ આપવા બદલ અમે અનુપભાઈના આભારી છીએ.
-પરેશ અંકલેશ્વરિયા સોહમ કોંચીંગ ક્લાસ (માજી પ્રમુખ,સુરત એકેડમિક એસોસિયેશન)
I was unknown about insurance policy but when I met Anup Kapadia "insurance consultant" he explained me about importance & services of my previous policy. He is working as an insurance consultant & wishing him all the best for his bright future.
Mr. Nareshbhai Kapadia
હું જીવન વીમા નિગમનો માજી કર્મચારી-અધિકારી.અમે સેકંડો મિત્રો બનાવ્યા અને તેમને વીમા વ્યવસાયની તાલીમ આપી.પણ એમના કેટલા એજન્ટ મિત્રોએ જીવિકાનો સંદેશો યોગ્ય રીતે સમાજમાં ફેલાવ્યો અને પોતાના વીમા-જ્ઞાન અને સમજનો લાભ ગ્રાહકોને આપ્યો.વેચાણ પછીની સેવા વડે સમાજમાં ઉજળું સ્થાન મેળવનાર જાણીતા એજન્ટ મિત્રોમાં શ્રી અનુપભાઈ કાપડિયા આગવું સ્થાન ધરાવે છે.તેઓ એકડા દાયકાથી સુરતના સમાજમાં બહુ સારી વીમા-સેવા કરે છે.તેમને અમારી ખુબ-ખુબ શુભકામના.
-નરેશ કાપડિયા